કોયલે ગમે તેટલાં વરસો પછીય જો પોતાનો ટહુંકો સાચવી જ રાખ્યો છે,
સાકરે ગમે તેટલાં વરસો પછીય પોતાનામાં રહેલી મીઠાશ જો ટકાવી જ રાખી છે,
અત્તરને પોતાની સુવાસ ટકાવી રાખવામાં જો વરસો પછીય કોઇ તકલીફ નથી જ પડી,
મોરના કેકારવના અવાજમાં વરસો પછીય જો કોઇજ ફેરફાર નથી થયો, તો પછી
બાલ્યવયમાં મારામાં રહેલી નિર્દોષતા અને પવિત્રતા, વિસ્મયભાવ અને સમર્પણભાવ, સરળતા અને સહજતા આ તમામ ગુણોનું ઉંમર વધતા બાષ્પીભવન કેમ થતું ચાલ્યું છે, એ મારી સમજમાં આવતું નથી.